દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટની ઘટનાના સુરતમાં પડઘા
ભેસ્તાન પોલીસે ચેકીંગ હાથ ધર્યુ
પોલીસનો મોટી સંખ્યામાં કાફલો ચેકીંગમાં જોડાયો
દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટની ઘટનાને લઈ સુરત પોલીસે ચેકીંગ હાથ ધર્યુ છે ત્યારે ભેસ્તાન પોલીસ દ્વારા પણ સઘન ચેકીંગ હાથ ધરાયુ હતું.
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલ કાર બ્લાસ્ટની ઘટનાને લઈ ગુજરાત અને સુરત પોલીસ પણ એલર્ટ છે. સુરત પોલીસ દ્વારા સઘન ચેકીંગ અને પેટ્રોલિંગ વધારાયુ છે. ત્યારે સુરતમાં પણ સોમવારે રાત્રીથી જ પોલીસ ખડેપગે ચેકીંગ કરી રહી છે. તો સુરતની ભેસ્તાન પોલીસે પણ ચેકીંગ હાથ દર્યુ હતું. સુરતની ભેસ્તાન પોલીસ દ્વારા ખડેપગે રહી સઘન ચેકીંગ કરવાની સાથે ગાડીઓનુ પણ ચેકીંગ કરાયુ હતું. તો આ સમયે ભેસ્તાન પોલીસનો મોટી સંખ્યામાં કાફલો ચેકીંગમાં જોડાયો હતો.
