ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ખેડૂતોના હાલ બેહાલ

Featured Video Play Icon
Spread the love

ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ખેડૂતોના હાલ બેહાલ
ખેતરોમાં નુકસાન અંગે મત્સ્ય ઉદ્યોગમંત્રી પુરષોત્તમ સોલંકીએ સમીક્ષા કરી.

ભાવનગરમાં છેલ્લા 4 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેસરમાં સતત વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે અને ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને હાલાકી પડી રહી છે. ખેતરોમાં થયેલ નુકસાન અંગે ગુર્જાત સરકારના મત્સ્ય ઉદ્યોગમંત્રી પુરષોત્તમ સોલંકીએ સમીક્ષા કરી છે

ભાવનગરમાં ભારે વરસાદથી ખેતીને મોટુ નુકસાન થઈ રહ્યું છે ત્યારે મગફળી, કપાસ, ડુંગળી સહિતના પાકને નુકસાન થતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ભાવનગરના તળાજામાં અનરાધાર વરસાદને લઈ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા છે અને ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે અને વરસાદને પગલે દિહોર-ભદ્રાવળનો માર્ગ બંધ થયો છે. ભાવનગરના તળાજા તાલુકાના વેજોદરી ગામે વીજળી પડવાની ઘટનાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે, ખાનગી ટાવર પર વીજળી પડી હતી ડિઝાસ્ટર વિભાગના અધિકારી દ્વારા વીડિયોની પૃષ્ઠી કરવામાં આવી છે, ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ખેડૂતોના હાલ બેહાલ થયા છે ત્યારે ખેતરોમાં થયેલ નુકસાન અંગે ગુર્જાત સરકારના મત્સ્ય ઉદ્યોગમંત્રી પુરષોત્તમ સોલંકીએ સમીક્ષા કરી છે

ભાવનગરના મહુવામાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે અને ચાર દિવસથી મહુવા વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકતા પાકને મોટા પાયે નુકસાન થયું છે, અને શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નુકસાનીના વરસાદે તબાહી સર્જી છે. ભાવનગરના પાલીતાણામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે રોડ પર પાણી વહી રહ્યો છે, સૌરાષ્ટ્ર પંથકમાં આ વખતે ભાવનગરમાં સૌથી વધારે કમોસમી વરસાદ વરસ્યો હોવાની વાત સામે આવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *