સુરતમાં ક્રૂરતાની તમામ હદ પાર

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ક્રૂરતાની તમામ હદ પાર
શહેરમાં સગા મામાએ ભાણેજની કરી હત્યા
ધંધાની બાબતે ઝગડામાં હત્યા કર્યાનો ખુલાસો
હત્યા બાદ મૃતકના ટુકડા ખાડીમાં ફેંકી દીધા

સુરતમાં હત્યાની વધી રહેલી ઘટનાઓવચ્ચે ઉધનાના ભાઠેનામાં મામા એ જ રૂપિયાની લેતી દેતી મામલે ભાણેજની હત્યા કરી શરીરના કટકા કરી ખાડીમાં ફેંકી દીધા હતા જો કે હાલ પોલીસે આ મામલાનો ભેદ ઉકેલી કાઢી હત્યારા મામાની ધરપકડ કરી ખાડીમાંથી મૃતકના શરીરના ટુકડા ફાયરની મદદથી બહાર કાઢ્યા હતાં.

સુરત શહેરમાં હત્યા નો સિલસિલો યથાવત હોય તેમ સુરત શહેરના ઉધનામાં મામાએ ભાણેજની હત્યા કરી હતી. ભાઠેના અમર નગરમાં મામા ભાણેજ રહેતા હતા અને રૂપિયા મામલે બંને વચ્ચે ઝઘડો થયો હતો જેને લઈ મામા મોહમ્મદ ઈફતેખારએ ભાણેજ અમીર આલમ પર તીક્ષણ હથિયારથી હુમલો કર્યો હતો. 25 વર્ષીય ભાણેજ અમીર આલમની હત્યા કરી મામાએ લાશ ના કટકા કરી ખાડીમાં ફેંકી દીધા હતા. તો ભાણેજ અમીર આલમ ત્રણ દિવસથી ઘરે નહીં આવતા પરિવારે ઉધના પોલીસમાં ગુમની ફરિયાદ નોંધાવી હતી જેને લઈ પોલીસને મામા પર શંકા જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. હાલ પોલીસે મામા મોહમ્મદ ઈફતેખારની ધરપકડ કરી ફાયર ના જવાનોને સાથે રાખી ખાડીમાં મૃતક અમીર આલમ શરીરના કટકા બહાર કાઢ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *