સુરત : સગીરા સાથે દુષ્કર્મ આચરનાર યુપીનો આરોપી ઝડપાયો
આરોપીએ 13 વર્ષીય સગીરા સાથે રેલવે સ્ટેશન નજીક દુષ્કર્મ આચર્યું,
માતા-પિતા સાથે મનદુઃખ થતાં ભાગીને સુરત આવી ગઈ હતી
સુરત રેલ્વે પોલીસે રેલ્વે સ્ટેશન પર સગીરા પર બળાત્કાર ગુજારનાર નરાધમને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળીયાપ ાછળ ધકેલી દીધો હતો.
તાપી જિલ્લાના સોનગઢમાં દારૂડિયા પિતાના ત્રાસથી ઘર છોડીને સુરત રેલવે સ્ટેશનની પાર્સલ ઓફિસની આસપાસ રહી ગુજરાન કરતી 13 વર્ષય સગીરા પર દુષ્કર્મ ગુજારાયો હોય જે અંગે રેલ્વે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેથી સુરત રેલ્વે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને સગીરા પર બળાત્કાર ગુજારનાર નરાધમ રવિશંકર ઠાકુરને ગણતરીના કલાકોમાં સુરત રેલ્વે પોલીસ અને એલ.સી.બી. પશ્ચિમ રેલ્વેની ટીમે ઝડપી પાડયો હતો. અને તેને કાયદાનુ ભાન કરાવ્યુ હતું.
