સુરત : પીએમના જન્મ દિવસને લઇ લોકોમાં ઉત્સાહ
પીએમના જન્મ દિવસને લઇ શહેરમાં વિવિદ કાર્યક્રમો યોજાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી 17મી સપ્ટેમ્બરનાો રોજ આવી રહેલ જન્મદિનને લઈ સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય દ્વારા વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરાયુ છે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી.
વિશ્વ નેતા અને હિંદુસ્તાનના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ 17 સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય કાર્યો થનાર છે. ત્યારે સુરતના પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી અને 167 સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ પરિવાર ધ્વારા પણ વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરાનાર છે જે અંગે એક પત્રકાર પરિષદનુ આયોજન કરાયુ હતુ જેમાં પુર્ણેશભાઈ મોદીએ વિગતવાર માહિતી આપી હતી.
