માંડવી કોર્ટની લોકઅદાલતમાં ૪ર૪ કેસોનો નિકાલ

Featured Video Play Icon
Spread the love

માંડવી કોર્ટની લોકઅદાલતમાં ૪ર૪ કેસોનો નિકાલ
લોક અદાલતમાં ન્યાયની અનોખી સિધ્ધી હાંસલ કરાઈ
કુલ ૨૧૦ કેસોનો સુખદ સમાધાનકારી વલણથી નિકાલ

માંડવી ખાતેજિલ્લા કાનુની સેવા સત્તા મંડળ સુરતના માર્ગદર્શન તથા વડપણ હેઠળ માંડવી કોર્ટમાં રાષ્ટ્રીય લોકઅદાલતમાં ૪ર૪ કેસોનો નિકાલ

નામદાર સર્વોચ્ચ અદાલત તથા નામદાર ગુજરાત વડી અદાલત તથા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ સુરતના માર્ગદર્શન તથા વડપણ હેઠળ તાલુકા કાનુની સેવા સમિતિ માંડવી ખાતે યોજાયેલી ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતમાં ન્યાયની અનોખી સિધ્ધી હાંસલ કરવામાં આવી છે. માંડવી તાલુકા મથકે આજરોજ સને-૨૦૨૫ ના વર્ષની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલત તા :- ૧૩/૦૯/૨૦૨૫ ના રોજ તાલુકા કાનુની સેવા સમિતિના અધ્યક્ષ મનીષભાઈ એમ. બુધ્ધભટ્ટીના વરદ હસ્તે શુભારંભ કરી લોક અદાલતનો સવારે ૧૦:૩૦ કલાક શરૂઆત કરવામાં આવી હતી.. આ લોક અદાલતમાં પ્રિન્સીપલ સિનિયર સિવિલ જજ મનીષભાઈ એમ.બુધ્ધભટ્ટી અને માંડવી કોર્ટના રજીસ્ટ્રાર ગિરીશકુમાર પરમાર તથા નાઝર સંદીપ પંચાલ તથા અન્ય તમામ કોર્ટ સ્ટાફ તથા માંડવી બારના પ્રમુખ પી.એચ.શર્મા તથા અન્ય વકીલોના સહયોગથી લોક અદાલતને સફળ બનાવવામાં યોગદાન આપ્યુ હતું. આ લોક અદાલતમાં પ્રિલિટીગેશનમાં ડી.જી.વી.સી.એલ, એસ.બી.આઈ. બેંક ઓફ બરોડા, યુકો બેંક, આઈ.ડી.બી.આઈ. બેંક, બેલસ્ટાર માઈક્રો ફાઈનાન્સ કંપની, તથા ગુજરાત ગ્રામીણ બેંક નાઓએ ભાગ લઈ વિવિધ કેસોનો નિકાલ કરી ન્યાયની તાત્કાલિકતા સિધ્ધ કરી હતી. અને પ્રિલિટીગેશનમાં કુલ્લે ૨૧૦ કેસોનો સુખદ સમાધાનકારી વલણથી નિકાલ કરવામાં આવ્યો હતો. અને કુલ્લે રકમ રૂા.૧૯,૨૯,૧૩૩/- ની રકમનો એવોર્ડ કરવામાં આવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *