સુરત : ભાગળ ચાર રસ્તા પર ગણેશ મંડળના લોકોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યુ

Featured Video Play Icon
Spread the love

સુરત : ભાગળ ચાર રસ્તા પર ગણેશ મંડળના લોકોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યુ
ગણપતિનો ટ્રક આગળ લેવા કહેતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયુ હોવાનુ સામે આવ્યુ

ગણેશ વિસર્જન દરમિયાન ભાગળ ચાર રસ્તા પાસે પોલીસ સાથે ઘર્ષણ કરનાર આરોપીઓને પોલીસે પકડી તેઓને કાયદાનુ ભાન કરાવાયુ હતું.

સુરતમાં શનિવારે ગણેશ વિસર્જનના દિવસે ભાગળ ચાર રસ્તા પર પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરનારાઓને પોલીસે સબક શિખવાડ્યુ હતું. ટ્રક આગળ લેવાનું કહેતા ગણેશ મંડળના સભ્યોએ પોલીસ સાથે ગેરવર્તુણુંક કરી હતી. જેને લઈ ભીડ વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેથી પોલીસે હળવો બળપ્રયોગ કરવાની ના છૂટકે ફરજ પડી હતી. જોકે કાયદાને પડકાર ફેંકનાર ગણેશ મંડળના સભ્યોને બાદમાં પોલીસે કાયદાનુ ભાન કરાવાયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *