દાહોદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભ-૨૦૨૫ નો શુભારંભ
ઇન્ટરનેશનલ કક્ષાએ રમી શકાય એવી રમતો માટેની તૈયારી
મેજર ધ્યાનચંદજીની જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે નેશનલ સ્પોર્ટ્સ ડે
દાહોદ જિલ્લાની કાયાપલટ થઇ રહી છે : સાંસદ જશવંતસિંહ ભાભોર
ખેલાડીઓઓને જરૂરી સુવિધાઓ મળે તે માટે તંત્ર કાર્યરત : કલેકટર
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતી ની ઉજવણીના ભાગરૂપે નેશનલ સ્પોર્ટ્સ ડે – ૨૦૨૫ ની ઉજવણી દાહોદ શહેરમાં નવો આકાર પામી રહેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવી હતી.
આ પ્રસંગે સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરએ જણાવ્યું હતું કે, દાહોદને સ્માર્ટ સીટી હેઠળ આવરી લેવાના કારણે દાહોદ જિલ્લાની કાયાપલટ થઇ રહી છે. જેથી કરીને પહેલી દાહોદ ની ધરતી પર નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવાનો અવસર પ્રાપ્ત થઇ રહ્યો છે. તેમણે પ્રાકૃતિક ખેતી તેમજ દાહોદ ના વિકાસ માટેની વાત કરતા કહ્યું હતું કે, દાહોદ માં પણ સરકારશ્રીની સાથે વહીવટી તંત્ર સતત પ્રયત્ન શીલ રહ્યું છે. દાહોદના સૌ ખિલાડીઓ પોતાની રુચિ મુજબ રમતોમાં ભાગ લઇ પોતાનાપરિવાર અને દાહોદ ની સાથે ગુજરાતનું નામ પણ રોશન કરે તેવી અભ્યર્થના કરી હતી. કલેકટર શ્રી યોગેશ નિરગુડે એ પ્રાસંગોચિત ઉદ્દબોધન આપતાં કહ્યું હતું કે, સ્પોર્ટ્સ એ આપણા સર્વાંગી વિકાસ માટે ખુબ જ જરૂરી છે. સરકાર પણ રમત ગમત ક્ષેત્રે ખિલાડીઓને પૂરતું પ્લેટફોર્મ મળી રહે એ માટે સતત પ્રયત્ન કરી રહી છે. દાહોદ માં પણ ઇન્ટરનેશનલ કક્ષાએ રમી શકાય એવી રમતો માટેની તૈયારી કરવામાં આવી રહી છે. ખિલાડીઓને જરૂરી તમામ સુવિધાઓ મળી રહે તે માટે સરકાર ની સાથોસાથ જિલ્લા વહીવટી તંત્ર પણ સતત કાર્યરત રહેશે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ ઓલમ્પિક મૂલ્યોને આત્મસાત કરવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી
