સુરતમાં પોલીસ સ્ટેશનની સંખ્યામાં વધારો
હરિપુરા ખાતે નવી પોલીસ ચોકીનું નિર્માણ કરાયુ
ચોકીનુ સુરત પોલીસ કમિશનરના હસ્તે લોકાર્પણ કરાયુ
સુરતના હરિપુરા ખાતે નવી સાકાર થયેલી પોલીસ ચોકીનુ સુરત પોલીસ કમિશનરના હસ્તે લોકાર્પણ કરાયુ હતું.
સુરતમાં વસ્તી વધારાની સાથે પોલીસ મથકો પણ વધારાયા છે. ત્યારે સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં આવેલ હરિપુરા ખાતે નવી પોલીસ ચોકીનું નિર્માણ કરાયુ હતું. હરીપુરા રામપુરા વિસ્તારમાં સાકાર થયેલી હરિપુરા પોલીસ ચોકીનું ગુરૂવારના રોજ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના હસ્તે લોકાર્પણ કરાયુ હતું જે સમયે ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
