સુરત : ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ સુરતની મુલાકાતે
22 અને 23 ઓગસ્ટે મુલાકાત દરમિયાન વિવિધ ઉદ્યોગોના અગ્રણીઓ સાથે કરશે બેઠક
શહેરમાં ચેમ્બર્સ દ્વારા તમામ તૈયારીઓ કરાઈ રહી છે.
આગામી 22 અને 23 ઓગષ્ટના રોજ સુરતમાં ઝિમ્બાબ્વેના વાઈસ પ્રેસિડેન્ટ તથા કેબિનેટ મંત્રીઓ અને સેક્રેટરીએટ્સનુ પ્રતિનિધિ મંડળ સુરત આવી રહ્યુ હોય જેને લઈ સુરતમાં ચેમ્બર્સ દ્વારા તમામ તૈયારીઓ કરાઈ રહી છે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના આમંત્રણને પગલે ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ હોર્નેબલ જનરલ રિટાયર્ડ ડો. સી.જી.ડી.એન. ચિવેન્ગા જી.સી.ઝેડ.એમ. ઝિમ્બાબ્વેના ઈન્ડસ્ટ્રીઝ અને કોમર્સ કેબિનેટ મિનિસ્ટર્સ હોર્નેબલ રાજ મોદી અને ડેપ્યુટી મીનીસ્ટર મિનિસ્ટ્રી ઓફ ટુરીઝમ એન્ડ હોસ્પિટાલીટી ટોંગાઈ માફીદી મનાંગાગ્વા, ઝિમ્બાબ્વેના એમ્બેસેડર એચ.ઈ. મીસ સ્ટેલ્લા નકોમો અને ટોપ સેક્રેટરીએટ્સ સાથેનું પ્રતિનિધિ મંડળ તા. રર અને ર૩ ઓગષ્ટ ર૦રપ દરમ્યાન સુરતની મુલાકાતે આવનાર છે. જે અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસી, ઉપ પ્રમુખ અશોક જીરાવાલા, તત્કાલિન પૂર્વ પ્રમુખ વિજય મેવાવાલા, માનદ્ મંત્રી બિજલ જરીવાલા અને માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ સહિતનું ડેલીગેશન બે દિવસ દરમ્યાન સુરત ખાતે જુદા જુદા ક્ષેત્રોના ઉદ્યોગકારો તથા આગેવાનો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો કરશે. ખાસ કરીને એગ્રીકલ્ચર (એપીએમસી), દુધ ઉત્પાદન (સુમુલ), હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, માઇનીંગ સેકટર, શિક્ષણ ક્ષેત્ર અને એનર્જી સેકટર (સોલાર) તથા વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનોના હોદ્દેદારો સાથે મિટીંગો કરશે.
