સુરતમાં અસામાજિક તત્વોએ શ્રીજીની મુર્તિઓને ખંડીત કરી
એક દિવસ પહેલા 15 પ્રતિમાઓની આંગળીઓ તોડી નાખી હતી
સ્થાનિકો સાથે ગણેશ ભક્તોમાં આક્રોશ જોવા મળ્યો
સુરતના ખટોદરા વિસ્તારમાં ગણેશ આર્ટિસ્ટના પંડાલમાં અજાણ્યાઓએ 15 જેટલી શ્રીજીની મુર્તિઓને ખંડીત કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે.
સુરતમાં ફરી એક વિડીયો વાયરલ થયો છે. જેમાં સુરત શહેરના યુનિક હોસ્પિટલ પાસે આવેલ ગણેશ આર્ટિસના પંડાલમાં અજાણ્યા શખ્સોએ 15 જેટલી ગણેશજીની મુર્તિઓ ખંડીત કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે. જેને લઈ સ્થાનિકો સાથે ગણેશ ભક્તોમાં આક્રોશ જોવા મળ્યો હતો.
