અમદાવાદ સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ સ્કુલનો લૂલો બચાવ.

Featured Video Play Icon
Spread the love

અમદાવાદ સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ સ્કુલનો લૂલો બચાવ.
ધો-9 ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટની હત્યા કરતાં સ્થિતિ બેકાબૂ
વિદ્યાર્થીની અંતિમયાત્રા નીકળતા ક્રાઇમ બ્રાન્ચ એલર્ટ:

અમદાવાદમાં તારીખ 19 ઓગસ્ટ ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી નજીવી બાબતમાં ધો-8 ના વિદ્યાર્થીએ ધો-10 ના સ્ટુડન્ટને છરી મારી દીધી હતી. ત્યાર બાદ 20 ઓગસ્ટની સવારે મણિનગરની ખાનગી હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું. જેને પગલે બાળકના પરિવારજનોએ સ્કૂલે પહોંચી પ્રિન્સિપાલ સહિતના સ્ટાફને માર માર્યો અને તોડફોડ કરી હતી. ઉલ્લેખનીય છે કે સગીર આરોપી વિદ્યાર્થી શાહઆલમનો રહેવાસી છે.

અમદાવાદમાં ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી નજીવી બાબતમાં ધો-9 ના વિદ્યાર્થીએ ધો-10 ના સ્ટુડન્ટને છરી મારી દેતા મૌત થયું છે જેને લઇ સ્કૂલે મોટી સંખ્યામાં લોકો હાજર એકઠા થતા ક્રાઇમ બ્રાન્ચ પણ એલર્ટ છે. સવારે 11 વાગ્યા સુધીમાં સ્કૂલમાં 2000 જેટલા લોકો એકઠા થઈ ગયા અને જે સામે મળ્યું તેને માર માર્યો. પાર્કિંગમાં પડેલી બસો, ગાડીઓ અને ટુ-વ્હીલરમાં ભારે તોડફોડ મચાવી. બાદમાં એક સ્ટાફની બોચી પકડી ઉપરના માળે લઇ ગયા. સ્કૂલ બિલ્ડિંગના દરવાજા તોડ્યા, કાચ ફોડ્યા, મિલકતને નુકસાન કર્યું. સ્થિતિ વણસતા પોલીસ પહોંચી હતી. પરંતુ પોલીસ પણ ટોળા પર કાબૂ કરી શકી નહોતી. સ્થિતિ એટલી ભયાનક હતી કે પોલીસ જ્યારે સ્ટાફને બચાવીને લઈ જઈ રહી હતી ત્યારે પણ ટોળું માર મારતું હતું અને પોલીસની ગાડી પણ ટોળાએ ઉંચી કરી નાંખી, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જેસીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આ સમગ્ર કેસની તપાસ કરશે. પરિવારજનોની માગ હતી કે ક્રાઈમ બ્રાન્ચને તપાસ આપવામાં આવે જે માંગ પૂરી કરવામાં આવી છે. વોટર ટેંકરના કર્મચારીને પણ હાલ ક્રાઈમ બ્રાન્ચમાં લાવીને પૂછપરછ કરવામાં આવી છે. આક્રોશિત ટોળાએ સ્કૂલ બહાર રોડ પર બેસી ચક્કાજામ કર્યો. સ્કૂલ બહાર 2 હજાર કરતા વધારે લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસ હાય હાયના નારા લગાવ્યા હતા. પોલીસે લાઠીચાર્જ કરી સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો છે.

ભારેલા અગ્નિ જેવી આ સ્થિતિને પગલે મણિનગરના ધારાસભ્ય, ડીસીપી બળદેવ દેસાઈ અને ACP સ્કૂલે પહોંચ્યા હતા. સાથે જ બજરંગ દળ, VHP, ABVPના કાર્યકર્તાઓ કેસરી ખેસ પહેરી જય શ્રીરામના નારા લગાવી સ્કૂલે પહોંચ્યા હતા. મૃતક વિદ્યાર્થીની અંતિમયાત્રા ઘરેથી નીકળી ગઈ છે. અંતિમયાત્રા સેવન્થ ડે સ્કૂલ પર થઈને નીકળશે ત્યારે સ્કૂલ પર પહેલેથી જ મોટી સંખ્યામાં લોકો ભેગા થયેલા હોવાથી ક્રાઇમ બ્રાન્ચ પણ એલર્ટ છે. આ સાથે હવે સમગ્ર કેસની તપાસ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *