સુરતમાં વિજ્ઞાનજાથાના જયંત પંડ્યાના પોસ્ટરો સાથે વિરોધ કરાયો
વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના પોસ્ટરો સાથે ભુવાઓએ વિરોધ કર્યો
જયંત પંડ્યા સનાતનનો દુશ્મન છે તેવા પ્લે કાર્ડ સાથે લોકોએ વિરોધ કરાયો
સુરતના અઠવાલાઈન્સ ખાતે આવેલ જિલ્લા એસપી કચેરી ખાતે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના પોસ્ટરો સાથે ભુવાઓએ વિરોધ કર્યો હતો.
સુરત જિલ્લા એસપી કચેરીએ વિજ્ઞાનજાથાના જયંત પંડ્યાના પોસ્ટરો સાથે વિરોધ કરાયો હતો. અને જણાવાયુ હતું કે ભારત દેશ સનાતન ધર્મનો દેશ છે જયંત પંડ્યા સનાતનનો દુશ્મન લાગે છે તેવા પ્લે કાર્ડ સાથે લોકોએ વિરોધ કર્યો હતો.જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના નામ પર સોશિયલ મીડિયા પર નિર્દોષ વ્યક્તિઓને ફસાવી નામના વધારે છે તેવા પણ પ્લે કાર્ડ લોકોના હાથમાં જોવા મળ્યા હતાં. હાલમાં જ સુરત જિલ્લાના કામરેજના ખોલવાડના ગોપાલભાઈ ઉર્ફે ઉમેશ ઉસળના ઘરે જયંત પંડ્યા 26 જુલાઈના રોજ ગયા હતા અને મહિલાને દોરા ધાગા કરી પરિવારથી દૂર કરવાના આક્ષેપ સાથે કામરેજ પોલીસ સ્ટેશનમાં ઉમેશભાઈ ઉસડ સામે ફરિયાદ નોંધાવી હતી. પૂનમબેન જસાણી એ ઉમેશભાઈ પાસે દોરા ધાગા કરાવ્યા હોવાથી તેને ઘર છોડ્યુ હોવાનો આક્ષેપ ઉમેશભાઈ ઉસડ પર મૂક્યો હતો. મહિલાના પતિ વ્રજલાલ જસાણી, જેઠ અશ્વિન જસાણીએ વિજ્ઞાન જાથાના પ્રમુખને લઈને ગોપાલભાઈ ના ઘરે ગયા હતા જો કે વિરોધ વધતા મહિલા પણ રજૂઆત કરવા એસપી કચેરીએ પહોંચી હતી અને કહ્યું હતુ કે હું મારા સાસરિયાના ત્રાસથી ઘર છોડી દૂર રહું છું. ઉમેશભાઈ ઉસડે માંગણી કરી કે જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ અને અમને સમાજમાં ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે.
