અમદાવાદમાં વિવાદિત અવરેનેશના પોસ્ટર ઉતારી લેવાયા.

Featured Video Play Icon
Spread the love

અમદાવાદમાં વિવાદિત અવરેનેશના પોસ્ટર ઉતારી લેવાયા.
ટ્રાફિક અવેરનેસ સિવાયના પોસ્ટર ઉતારી લેવાયા.
સતર્કતા એનજીઓ દ્વારા શહેરમાં અલગ અલગ પોસ્ટરો લગાવ્યા હતા
ટ્રાફિક પોલીસના બે આઇપીએસ અધિકારીએ પત્રકાર પરિષદ યોજી

એ રંગલા…અંધારામાં સુમસામ જગ્યાએ રંગલીને લઈ જવાની નહીં, રેપ-ગેંગરેપ થઈ જાય તો ?…આવું અમે નથી કહીં રહ્યા, પરંતુ આ વિવાદીત પોસ્ટર અમદાવાદ શહેરમાં ટ્રાફિક અવેરનેસ માટે લગાવાયા હતા. તમે કહેશો આમા ટ્રાફિક અવેરનેસની વાત ક્યાં છે ? આ જ સવાલને લઈ વિવાદ સર્જાયો છે.

અમદાવાદમાં ટ્રાફિક અવેરનેસ ફેલાવવા માટે સતર્કતા NGO દ્વારા શહેરમાં અલગ અલગ પોસ્ટરો લગાવ્યા હતા. જેમાં આ પોસ્ટર પણ લગાવાયા હતા. જ્યારે આ અંગે ટ્રાફિક પોલીસનું કહેવું છે કે, અમારી જાણ બહાર આ લખાણના વિવાદિત પોસ્ટરો લગાવાયા. ટ્રાફિક વિભાગને ધ્યાને આવતા જ સાયન્સ સિટી, ડમરુ સર્કલ, એસજી હાઈવે પાસે લગાવેલા પોસ્ટર હટાવી દેવાયા છે. આ બેનર્સમાં મહિલાઓને એકલા કોઈ સ્થળે ન જવા કે પાર્ટી ન કરવા જેવી ટિપ્પણીઓ કરવામાં આવી હતી, અને તે ટ્રાફિક પોલીસના સ્પોન્સરશિપ હોવાનો દાવો પણ કરતા હતા. જોકે પોલીસને ધ્યાને આવતા પોલીસ દ્વારા તમામ પોસ્ટર ઉતારીને સતર્કતા ગ્રુપ સામે જાણવા જોગ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. તપાસ બાદ આ મામલે સતર્કતા ગ્રુપ સામે ગુનો નોંધવામાં આવી શકે છે. ઝોન 1 ઇન્ચાર્જ ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે, શહેર પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને શહેરના ચારથી પાંચ અલગ અલગ વિસ્તારોમાંથી આવા દસેક જેટલા બેનર્સ જપ્ત કરી લીધા છે. ‘સતર્કતા ગ્રુપ’ નામની એનજીઓએ ટ્રાફિક પોલીસની મંજૂરી લીધેલી હતી, પરંતુ તે માત્ર ટ્રાફિક જાગૃતિના સંદેશાઓ માટે હતી, જેમાં હેલ્મેટ પહેરવા, મોબાઈલ ફોન પર વાત ન કરવી, અને રોંગ સાઈડ પર ન જવું જેવા મુદ્દાઓનોસમાવેશ થતો હતો. પોલીસ દ્વારા સતર્કતા દાખવતા NGO ને કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી છે કે પોલીસ અધિકારીઓની મંજૂરી વિના અને લખાણ બતાવ્યા વિના કોઈ પણ પ્રકારના પોસ્ટર લગાવવા નહીં. ત્યારે સવાલ એ થાય છે કે, શું NGO દ્વારાટ્રાફિક વિભાગની જાણ બહાર જ પોસ્ટરો લગાવાય છે ? શું ટ્રાફિક વિભાગે પોસ્ટરોનું લખાણ જોયું જ નહોતું ? શું પોસ્ટરો પરનું લખાણ ચેક કરવું ટ્રાફિક વિભાગની જવાબદારી નથી ? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ પરમિશન લીધી હતી કે નહીં, અને ટ્રાફિકના કોઈપણ અધિકારીનું ધ્યાન દોર્યા વગર આ પ્રકારના બેનર્સ કેમ લગાવવામાં આવ્યા. તપાસના અંતે સતર્કતા ગ્રુપ સામે ગુનો નોંધવામાં આવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *