સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો
ઉધના રેલ્વે કોલોનીમાં અજાણ્યા ઈસમે ઝાડ પર લટકી આપઘાત કર્યો
સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે ઉધના રેલ્વે કોલોનીમાં અજાણ્યા ઈસમે ઝાડ પર લટકી આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
સુરતમાં આપઘાતની બની રહેલી ઘટનાઓ વચ્ચે ઉધના ખાતે અસંમજંસ ઉભી કરી તેવી ઘટના બની હતી. ઉધના ખાતે આવેલ ઉધના રેલ્વે કોલોનીના ઝાડ પર એક અજાણ્યા ઈસમે લટકીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે અંગે પોલીસને જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબ્જો લઈ પીએમ અર્થે ખસેડી હતી. તો યુવાને આપઘાત કર્યુ છે કે તેની હત્યા કે અન્ય કોઈ કારણ છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
