વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને લઇ સોનગઢમાં રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ –
૯ ઓગસ્ટે માંડવી ખાતે CM ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાવાનો.
આગામી ૯ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે સુરતના માંડવી ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાનાર છે.
જેના અનુસંધાને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા આજે સોનગઢ નગરપાલિકાના હોલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ સ્થાનિક વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓ સૌને આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લેવા આહવાન કર્યું હતું. બેઠકમાં મંત્રીશ્રીએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને કાર્યક્રમના સુચારૂ આયોજન માટે સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં સ્થાનિક તંત્રના મહેસૂલ, પોલીસ, ફોરેસ્ટ, પંચાયત, આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ આંગણવાડીના આશા વર્કરો, સ્વસહાય જૂથના લાભાર્થીઓ, મંડળીના હોદ્દેદારો, ગ્રામસેવકો અને ગામના સરપંચશ્રીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં….
