સુરતમાં રાત્રીના સમયે ઘરફોડ ચોરી
જહાંગીરપુરા પોલીસે રાત્રી ઘરફોડ ચોરી કરનાર રીઢાને ઝડપ્યો
ગ્રીન તુલીપ રેસીડેન્સીમાં 14 માં રહેતા પરિવારના ઘરે ચોરી
સુરતમાં રાત્રીના સમયે ઘરફોડ ચોરી સહિતના વધી રહેલા બનાવો વચ્ચે જહાંગીરપુરા પોલીસે રાત્રી ઘરફોડ ચોરી કરનાર રીઢાને ઝડપી પાડ્યો હતો.
સુરતમાં વારંવાર ચોરી સહિતના બનાવોમાં વધારો જોવા મળે છે ત્યારે સુરતની જહાંગીરપુરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે જહાંગીરપુરા ખાતે આવેલ ગ્રીન તુલીપ રેસીડેન્સીમાં 14 માં રહેતો પરિવાર પરિવાર સાથે બહાર હતો તે સમયે તેમના ઘરમાંથી હાથફેરો કરી ભાગી છુટેલા રીઢા ચોર ઓમકાર યોગેશ ખરાડેને ઝડપી પાડ્યો હતો. અને તેની પાસેથી ચોરાયેલ મુદ્દામાલ કબ્જે કર્યા બાદ પોલીસે આોપીને સ્થળે લઈ જઈ ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન પણ કર્યુ હતું.
