સુરત રેલવે સ્ટેશન પર લાખોના ગાંજાના જથ્થા સાથે ઈસમ ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરત રેલવે સ્ટેશન પર લાખોના ગાંજાના જથ્થા સાથે ઈસમ ઝડપાયો
પ્લેટફોર્મ નંબર-1 પરથી સુરત રેલવે એસઓજીની કાર્યવાહી
એસઓજીએ ગાંજાનો જથ્થો કબજે કરી તપાસ હાથ ધરી

સુરત રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં 1 પર વચ્ચેના ભાગેથી એક ઈસમને લાખોના ગાંજાના જથ્થા સાથે સુરત રેલ્વે એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો.

મીશન સેફ સ્ટેશન અભિયાન હેઠળ સુરત રેલ્વે સ્ટેશન પર રેલ્વે એસઓજીની ટીમ પીએસઆઈ એચપી રવિયા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ, પોલીસ હેડ કોન્સ્ટેબલ સર્જનસિંહ તથા એલઆર દિનેશભાઈ તથા સુરત રેલ્વેના પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ, પોલીસ હેડ કોન્સ્ટેબલ ગુલાબસિંહ સહિતનાઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે સુરત રેલ્વે સ્ટેશન પ્લેટ ફોર્મ નં 1 પર વચ્ચેના ભાગેથી પસાર થતો એક ઈસમ એએસઆઈ દિનેશજી પરથીજીને શંકાસ્પદ લાગતા તેને આંતરી પુછપરછ કરતા તેણે પોતાનુ નામ કિસ્મત ખીરા કેતકી જણાવતા તેની પાસેના બેગની તપાસ કરી હતી તે દરમિયાન બેગમાંથી 1.94 લાખની કિંમતનો 3.895 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા તેની ધરપકડ કરી ગાંજાનો જથ્થો, મોબાઈલ સહિતની મત્તા કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *