સુરતની વેસુ પોલીસે ખંડણી માંગવાના બનાવનો પર્દાફાશ કર્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની વેસુ પોલીસે ખંડણી માંગવાના બનાવનો પર્દાફાશ કર્યો
વેપારીનુ અપહરણ કરી 50 લાખની ખંડણી માંગવાના બનાવ
મુસા ફન્ડોલે, મોહીન હુસૈન ચાકી અને ઈમરાન મુસ્તાક ખાનને ઝડપ્યા

સુરતની વેસુ પોલીસે વેસુ વીઆઈપી રોડ પરથી વેપારીનુ અપહરણ કરી 50 લાખની ખંડણી માંગવાના બનાવનો પર્દાફાશ કર્યો હતો. જો કે વેસુ પોલીસની ત્વરિત કામગીરીએ વેપારીને મુક્ત કરાવી ત્રણ અપહરણકારોને પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે બે ભાગી છુટતા વોન્ટેડ જાહેર કરાયા હતાં.

સુરત શહેરના અત્યંત પોશ ગણાતા વેસુ વી.આઈ.પી. રોડ પર આવેલા માઇલસ્ટોન સેવન હેવન બિલ્ડિંગમાં રહેતા 40 વર્ષીય વેપારી વિનીત રજનીકાંત દેસાઈનું અપહરણ કરી તેમની પાસેથી 50 લાખની જંગી ખંડણી પડાવવાના ગંભીર કાવતરાનો વેસુ પોલીસે પર્દાફાશ કર્યો હતો. અગાઉ કોઈ પણ પ્રકારની આર્થિક લેતી-દેતી ન હોવા છતાં ખોટો વ્યવહાર ઊભો કરીને વેપારીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી હતી. અગાઉ દબાણપૂર્વક રોકડ રકમ અને જમીનના કિંમતી દસ્તાવેજો પડાવી લીધા બાદ વધુ 25 લાખની વસૂલી કરવા આવેલા ત્રણ રીઢાઓ મસુદ ઉર્ફે મુસા ફન્ડોલે, મોહીન હુસૈન ચાકી અને ઈમરાન મુસ્તાક ખાનને પોલીસે ફિલ્મી ઢબે રંગેહાથ ઝડપી પાડ્યા હતાં. જ્યારે બબલુ ઉર્ફે આસીફખાન અને અલ્તાફ ભાગી છુટતા તેઓને વોન્ટેડ જાહેર કર્યા હતાં.
—————————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *