સુરતમાં વર્ક ફ્રોમ હોમ અને પાર્ટ ટાઈમ જોબના નામે છેતરપિંડી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં વર્ક ફ્રોમ હોમ અને પાર્ટ ટાઈમ જોબના નામે છેતરપિંડી
ટેલિગ્રામ મારફતે સંપર્ક કરી સ્ટાર રેટિંગના ટાસ્ક આપતા
આરોપી સંજયભાઈ લાલજીભાઈ બારૈયાને ઝડપી પાડ્યો

સુરતમાં વર્ક ફ્રોમ હોમ અને પાર્ટ ટાઈમ જોબના નામે ઓનલાઈન છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ટેલિગ્રામ મારફતે સંપર્ક કરી સ્ટાર રેટિંગના ટાસ્ક કરાવી સારી કમાણી કરાવવાની લાલચ આપવામાં આવી હતી. હાલ આ ઠગ ટોળકીના એક સાયબર ક્રિમિનલને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો છે.

વર્ક ફ્રોમ હોમ, પાર્ટ ટાઈમ જોબ, અને સ્ટાર રેટિંગના ટાસ્ક દ્વારા કમાણી કરવાની લાલચ સાયબર ઠગોનો આ નવો પેંતરો ફરી એકવાર સામે આવ્યો છે. સુરતમાં ફરિયાદીને ટેલિગ્રામ મારફતે સંપર્ક કરવામાં આવ્યો હતો. બનાવટી વેબસાઈટની લિંક મોકલી રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું અને શરૂઆતમાં ટાસ્કના નામે રકમ ભરાવવામાં આવી. ત્યારબાદ વધુ ટાસ્ક મેળવવા અને મોટો નફો કમાવવાની લાલચ આપી વધુ ને વધુ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતાં. આ રીતે ફરિયાદી પાસેથી કુલ 5.98 લાખથી વધુ અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતાં. પરંતુ બાદમાં રૂપિયા પરત ન આપતાં ઓનલાઈન છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો.

ફરિયાદીએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર સંપર્ક કરતાં સમગ્ર મામલે તપાસ શરૂ થઈ હતી. સુરત પોલીસની ટીમે ટેકનિકલ તપાસ હાથ ધરી આરોપી સંજયભાઈ લાલજીભાઈ બારૈયાને ઝડપી પાડ્યો છે. આરોપીના બેંક ખાતામાં સાયબર ફ્રોડ સંબંધિત કુલ 7.11લાખથી વધુનુ ટ્રાન્ઝેક્શન મળી આવ્યુ છે. વધુ તપાસ દરમિયાન એનસીસીઆરપી પોર્ટલ પર આરોપીના બેંક એકાઉન્ટ સામે અલગ-અલગ રાજ્યોમાં કુલ 5 ફરિયાદો પણ નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *