સુરત જિલ્લાની બોર્ડર પર આદીવાસી-આદીવાસી વચ્ચે ઘર્ષણ
માંગરોળ ઉમરપાડા જંગલની જમીનને લઈ ચાલી રહ્યો છે વિવાદ
સુરત જિલ્લાની બોર્ડર પર આદીવાસી-આદીવાસી વચ્ચે ઘર્ષણ થયું, માંગરોળ ઉમરપાડા જંગલની જમીનને લઈ ચાલી રહ્યો છે વિવાદ
નર્મદાના સાગબારા તાલુકાના આદીવાસીઓ ઉમરપાડા તાલુકાના જંગલમાં ગેરકાયદેસર કબ્જો કરતા હોવાનો આરોપ લાગ્યા છે. જેને પગલે સુરત જિલ્લા ઉમરપાડાની બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. SRP, ફોરેસ્ટ વિભાગ, તેમજ જીલ્લા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે કબ્જો જમાવેલ જમીન પર JCB મશીન તેમજ દવા છાંટી ખેતી પાક દૂર કરાયો. મહત્વનું છે કે અગાઉ સાગબારાના આદિવાસીઓએ ફોરેસ્ટ વિભાગ પર હુમલા પણ કર્યા છે
ઉમરપાડાના જંગલ વિસ્તારને અડીને આવેલા ગામના આદીવાસી લોકો સાગબારાના આદિવાસીઓ સામે વિરોધ નોંધાવ્યો છે. સાગબારાના આદીવાસીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. તેમજ જંગલમાં આદિવાસીઓના અધિકારી મુદ્દે રાજનીતિ પણ ગરમાય છે. સાંસદ મનસુખ વસાવાએ પણ મુખ્યમંત્રી ને પત્ર લખી મધ્યસ્થથી કરી સુખદ અંત લાવવા રજૂઆત કરી છે.
