સુરતમાં ખાડીપુર બાદ રત્ન કલાકારો માટે આર્થિક સહાયની માંગ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ખાડીપુર બાદ રત્ન કલાકારો માટે આર્થિક સહાયની માંગ
સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
માનવતાભર્યું વલણ અપનાવી ઓછા ખર્ચે વાહનોનું રિપેરિંગ કરવાની માંગ

સુરતમાં ખાડીપુર બાદ હવે રત્ન કલાકારો માટે આર્થિક સહાયની માંગ શરૂ કરાઈ હોય તેમ સુરત ડાયમંડ વર્કર યુનિયને સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સરકાર સમક્ષ અનેક માંગણીઓ કરી હતી.

સુરતમાં આવેલા ખાડીપુરના કારણે હજારો રત્ન કલાકારોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. અનેક ડાયમંડ કંપનીઓએ બે દિવસ સુધી ઉત્પાદન બંધ રાખતા કર્મચારીઓને ફરજિયાત રજા આપવી પડી હતી. હવે સુરત ડાયમંડ વર્કર યુનિયને આ બે દિવસના વેતનની આર્થિક સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે. યુનિયનનું કહેવું છે કે ખાડીપુરમાં રત્ન કલાકારોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી અને કિંમતી સામાનને ભારે નુકસાન થયું છે. એટલું જ નહીં, પાણીમાં ડૂબી જવાથી અનેક કામદારોના બાઇક અને અન્ય વાહનો પણ ખરાબ થઈ ગયા છે. વધુમાં આવેદન પત્રમાં ગેરેજ સંચાલકો સામે પણ આક્ષેપ કરાયો હતો કે વાહનોના રિપેરિંગના નામે વધુ રકમ વસૂલવામાં આવી રહી છ

માનવતાભર્યું વલણ અપનાવી ઓછા ખર્ચે વાહનોનું રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સાથે જ પૂરથી પ્રભાવિત નાના ઉદ્યોગોને ફરી બેઠા કરવા માટે લોકો વધુમાં વધુ ઓફલાઇન ખરીદી કરે તેવી અપીલ પણ કરવામાં આવી છે. સાથે યુનિયને સરકારને રત્ન કલાકારો અને નાના ઉદ્યોગકારોને યોગ્ય આર્થિક સહાય પેકેજ જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર સુપરત કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *