જામનગરમાં વસ્તી ગણતરીની કામગીરીમાં કૌભાંડના આક્ષેપ.
રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે તંત્ર પર લગાવ્યા ગંભીર આક્ષેપ.
ચોક્કસ કેડરના કર્મચારીઓને કામગીરીમાંથી બાકાત રખાયાનો આરોપ.
રાષ્ટ્રીય મહત્વના કાર્ય ગણાતી વસ્તી ગણતરીની કામગીરીમાં જામનગર મહાનગરપાલિકા હેઠળ ગંભીર બેદરકારી અને ગેરરીતિ સામે આવી છે.
તારીખ 20 થી 22 મે, 2026 દરમિયાન જામનગરમાં એ.કે. દોશી મહિલા કોલેજ ખાતે આયોજિત વસ્તી ગણતરીની તાલીમમાં અનેક કર્મચારીઓ ગેરહાજર હોવા છતાં તેમની બોગસ સહીઓ કરીને તેમને હાજર બતાવવામાં આવ્યા હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જામનગર શહેરમાં વસ્તી ગણતરી અંગેની તાલીમમાં હાજરી થયેલા ગોટાળાની વિગતો એવી છે કે, ગત તારીખ 20 મેના રોજ 10 કર્મચારીઓ અને 21 મેના રોજ 09 કર્મચારીઓ તાલીમમાં ગેરહાજર હતા, છતાં તેમણે બીજા દિવસે આવીને પાછલી તારીખમાં સહીઓ કરી હોવાનું હાજરી પત્રક પરથી જણાયું છે.
આ ઉપરાંત, હાજરી પત્રકના ક્રમ નંબર 59, 61, 62 અને 63 ના કર્મચારીઓ ચાર્જ ઓફિસરના લાગવગવાળા અને અંગત હોવાથી એક પણ દિવસ તાલીમમાં હાજર રહ્યા નહોતા, તેમ છતાં અન્ય કોઈ વ્યક્તિ દ્વારા તેમની બોગસ સહીઓ કરાવીને તેમને કાગળ પર હાજર દર્શાવવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
