પંચમહાલના ગોધરામાં આગામી તહેવારોને લઈ પોલીસ એક્શનમાં.
બકરી ઈદ, મહોરમ અને રથયાત્રાને લઈને પોલીસ એલર્ટ.
ગોધરાના B ડિવિઝન વિસ્તારમાં 9 કિમી લાંબું ફૂટ પેટ્રોલિંગ.
આગામી બકરી ઈદ પર્વ શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પોલીસ પ્રશાસન સક્રિય બન્યું છે. આ સંદર્ભે ગોધરા પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ગતરોજ ગોધરાના B ડિવિઝન વિસ્તારમાં 9 કિમી લાંબું ફૂટ પેટ્રોલિંગ કરાયું
ગોધરામાં આગામી બકરી ઈદ પર્વ નિમિતે પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવારો દરમિયાન શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ શાંતિ, સલામતી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવાનો હતો. તો ગતરોજ ગોધરાના B ડિવિઝન વિસ્તારમાં 9 કિમી લાંબું ફૂટ પેટ્રોલિંગ કરાયું છે. શાંતિ સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ, સામાજિક કાર્યકર રમઝાની ઝૂઝારાએ સમાજના તમામ નાગરિકોને એક ખાસ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સનાતન ધર્મ અને હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓ દુભાય નહીં તે માટે તહેવાર દરમિયાન કોઈએ પણ ગાય કે ગૌવંશની કુરબાની આપવી નહીં.
બકરી ઈદ પર્વ નિમિતે ઊંટ એક દુર્લભ પ્રાણી હોવાથી તેની પણ બલિ કે કુરબાની ન આપવા માટે તેમણે અનુરોધ કર્યો હતો. આ અપીલનો મુખ્ય હેતુ તહેવારો દરમિયાન કોમી એકતા, સર્વધર્મ સમભાવ અને પરસ્પર શાંતિ જાળવી રાખવાનો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
