વડોદરા પત્રિકા કાંડમાં 6 વર્ષ માટે સસ્પેન્ડ નેતાની ભાજપમાં ઘરવાપસી.

Featured Video Play Icon
Spread the love

વડોદરા પત્રિકા કાંડમાં 6 વર્ષ માટે સસ્પેન્ડ નેતાની ભાજપમાં ઘરવાપસી.
6 વર્ષ માટે સસ્પેન્ડ અલ્પેશ લીંબાચિયાની 3 વર્ષમાં ભાજપમાં વાપસી.
પૂર્વ મેયર નિલેશ રાઠોડે નિર્ણય સામે વ્યક્ત કરી નારાજગી.

વડોદરા ભાજપમાં બહુચર્ચિત પત્રિકા કાંડમાં ૩ વર્ષ પૂર્વે સસ્પેન્ડ થયેલા નેતા અલ્પેશ લિંબાચિયા છે. પક્ષવિરોધી પ્રવૃત્તિ અને પત્રિકા કાંડ મામલે તેમને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા, જેમની તાજેતરમાં ઘરવાપસી થતાં આંતરિક જૂથવાદ અને શિસ્તના મુદ્દે ગરમાવો આવ્યો છે

વડોદરા મહાનગરપાલિકાના રાજકારણમાં ભારે હોબાળો મચાવનાર ‘પત્રિકા કાંડ’ના મુખ્ય સૂત્રધાર ગણાતા સસ્પેન્ડેડ નગરસેવક અલ્પેશ લીમ્બાચીયાની આખરે ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે ઘરવાપસી થઈ છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કોઈ પણ પ્રકારનું રાજકીય નુકસાન ટાળવા માટે પક્ષ દ્વારા આ ‘ડેમેજ કંટ્રોલ’ કરવામાં આવ્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. જોકે, ચૂંટણી નજીક આવતા જ સમીકરણો બદલાયા છે. ભાજપના પ્રદેશ નેતૃત્વએ તેમનું સસ્પેન્શન રદ કરવાનો નિર્ણય લીધો છે. હવે જૂના વિવાદો ફરીથી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તેમને આજે ભાજપમાં પ્રવેશ અપાયો છે. શહેર પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, અલ્પેશભાઈ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા કાર્યકર છે. તેમણે ભૂતકાળમાં યુવા મોરચા સહિત સંગઠનની અનેક મહત્વની જવાબદારીઓ ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવી છે. કોઈક અકળ ઘટના અથવા સંજોગોને કારણે પક્ષ દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ પક્ષના પાયાના કાર્યકર રહ્યા છે.

વડોદરાના પૂર્વ મેયર નિલેશ રાઠોડ વિરુદ્ધ બદનક્ષીભરી અને વાંધાજનક પત્રિકાઓ વાયરલ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે વડોદરામાં ભારે ખળભળાટ મચ્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સાયબર ક્રાઈમ અને પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, આ પત્રિકા કાંડ પાછળ ભાજપના જ નગરસેવક અલ્પેશ લીમ્બાચીયાનો હાથ હતો. પક્ષની શિસ્તભંગની પ્રવૃત્તિ અને આંતરિક જૂથબંધીને પ્રોત્સાહન આપવા બદલ ભાજપે તાત્કાલિક અસરથી તેમને સસ્પેન્ડ કર્યા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *