સુરતની વરાછા પોલીસે એકને ઝડપી પાડી ગાંજાનો જથ્થો કબ્જે કર્યો
પાટીચાલમાં રહેતા સત્તાર અંસારીને ઝડપી પાડ્યો
ગાંજાનો જથ્થો અને મોબાઈલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
સુરતની વરાછા પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડી ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર અને મદદનીશ પોલીસ કમિશનર પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ આરબી ગોજીયાની ટીમ પીએસઆઈ એજી પરમારના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો પૃથ્વીરાજસિંહને મળેલી બાતમીના આધારે પાટીચાલ ઝુપડપટ્ટીમાંથી મુળ યુપીનો અને હાલ વરાછા એલએચ રોડ પર પાટીચાલમાં રહેતા સત્તાર અંસારીને ઝડપી પાડી તેની પાસેથી ગાંજાનો જથ્થો અને મોબાઈલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
