સુરતમાં ઈલેક્ટ્રીક ઈન્સ્ટ્રુમેન્ટની ખરીદી કરી ઠગાઈ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ઈલેક્ટ્રીક ઈન્સ્ટ્રુમેન્ટની ખરીદી કરી ઠગાઈ
લાખો રૂપિયા નહી ચુકવી ઠગાઈ આચરી ભાગી છૂટ્યો ઠગ
ધનંજય નરસિંહ છેટાને 10 મહિને ચોક બજાર પોલીસે ઝડપી પાડ્યો

સુરતમાં ઈલેક્ટ્રીક ઈન્સ્ટ્રુમેન્ટની ખરીદી કરી લાખો રૂપિયા નહી ચુકવી ઠગાઈ આચરી ભાગી છુટેલા ઠગને 10 મહિને ચોક બજાર પોલીસે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મીના, નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન, મદદનીશ પોલીસ કમિશનર આહીરના માર્ગદર્શન હેઠલ પીઆઈ એનજી ચૌધરીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ વીટી ડોડીયાની ટીમના એએસઆઈ ઈન્દ્રજીતસિંહ તથા અહેકો મહાવીરસીંહને મળેલી બાતમીના આધારે ઈલેક્ટ્રિક ઈન્સ્ટ્રુમેન્ટની ખરીદી કરી 11 લાખ 79 હજારથી વધુ રૂપિયા નહી ચુકવી છેતરપિંડી કરી ભાગી છુટેલા ઠગ એવા બોટાદના રામપરા ગામ ખાતે રહેતા ધનંજય નરસિંહ છેટાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *