સુરતમાં શેર ટ્રેડીંગ તથા કરન્સી ટ્રેડીંગના નામે છેતરપિંડી
બેંક એકાઉન્ટ તથા આંગઢીયા મારફતે રૂપિયા મેળવતા
ઓલપાડ ઉમરા ગામથી અલ્પેશ લાલજી વઘાસીયાને ઝડપી પાડ્યો
સુરતમાં શેર ટ્રેડીંગ તથા કરન્સી ટ્રેડીંગમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી બેંક એકાઉન્ટ તથા આંગઢીયા મારફતે રૂપિયા મેળવી દુબઈથી સાયબર ક્રાઈમ આચરતી ટોળકીના વધુ એક વોન્ટેડ આરોપીને સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર ક્રાઈમ તથા નાયબ પોલીસ કમિશનર સાયબર સેલ બિશાખા જૈન અને મદદનીશ પોલીસ કમિશનર એસઈ ડેન્યલ્સા માર્ગદર્શન હેઠલ પીઆઈ એએમ પરમારની ટીમ શેર ટ્રેડીંગ તથા કરન્સી ટ્રેડીંગમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી બેંક એકાઉન્ટ તથા આંગઢીયા મારફતે રૂપિયા મેળવી દુબઈથી સાયબર ક્રાઈમ આચરતી આંતર રાષ્ટ્રીય ટોળકીના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતા ત્યારે બાતમીના આધારે મુળ રાજકોટના ગોંડલનો અને હાલ ઓલપાડ ઉમરા ગામ ખાતે રહેતા અલ્પેશ લાલજી વઘાસીયાને ઝડપી પાડ્યો હતો. અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો આ ટોળકીના અગાઉ ચાર આરોપીઓ ડેનીશ, જયસુખ, યશ અને અજયની સાયબર ક્રાઈમે ધરપકડ કરી હતી.
