સુરતમાં રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવ
રિજિયોનલ ક્રાઈમ કોન્ફરન્સ કર્યા બાદ પત્રકાર પરિષદ સંબોધી
એલપીજી ગેસની કાળા બજારી મુદ્દે તપાસના આદેશ

સુરતમાં રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવએ રિજિયોનલ ક્રાઈમ કોન્ફરન્સ કર્યા બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં વિવિધ મુદ્દાઓ અંગે પત્રકારો સાથે માહિતી આપવામાં આવી હતી.

ગુજરાત રાજ્યના પોલીસ વડા ડી.જી.પી. ડો. કે.એલ.એન. રાવ રિજીયોનલ ક્રાઈમ કોન્ફરન્સ કર્યા બાદ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓના જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાના ગુનાઓની સમીક્ષા કરવામાં આવી છે. અનડિટેક્ટ ગુનાઓ ઝડપથી ઉકેલવા પોલીસને સૂચના આપવામાં આવી છે. મહિલાઓ અને બાળકો સામે થતા ગુનાઓ તેમજ આર્થિક ગુનાઓ પર ખાસ ધ્યાન આપવા જણાવ્યું છે. સાયબર ક્રાઈમને મોટો પડકાર ગણાવી અત્યાર સુધીમાં આશરે 60 કરોડ રૂપિયા ભોગ બનનારાઓને પરત અપાયા હોવાનું જણાવ્યું. ડ્રગ્સ વિરુદ્ધ કડક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત એલપીજી ગેસની કાળા બજારી મુદ્દે તપાસના આદેશ આપીને સંગ્રહખોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *