સુરત સારોલી પોલીસે મોડલના આપઘાતની દુષ્પ્રેરણાના આરોપીને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત સારોલી પોલીસે મોડલના આપઘાતની દુષ્પ્રેરણાના આરોપીને ઝડપ્યો
આઠ મહિનાથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશના સિંગરૌલીથી ઝડપ્યો
આરોપી અંજનીકુમાર ઉર્ફે અનુરાગ શ્રવણકુમાર જૈસ્વાલને ઝડપ્યો

સુરત સારોલી પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાના ગુનામાં આઠ મહિનાથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશના સિંગરૌલી ખાતેથી ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, ખાસ પોલીસ કમિશનર જામીર, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર ની સુચનાને લઈ પીઆઈ એસઆર વેકરીયાની ટીમ પીએસઆઈ યુબી મેંદપરાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ રાધેશ્યામ અને અપોકો ભાવિકને મળેલી બાતમીના આધારે સારોલી પોલીસ મથકમાં લીવ ઈનમાં રહેતી મોડેલ સાથે ઝઘડો કરી તેને આપઘાત કરવા મજબુર કરવાના ગુનામાં આઠ મહિનાથી નાંસતા ફરતા આરોપી અંજનીકુમાર ઉર્ફે અનુરાગ શ્રવણકુમાર જૈસ્વાલને મધ્યપ્રદેશના સિંગરૌલીથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *