સુરત લિંબાયત પોલીસ મથકમાં એનડીપીએસના ગુનામાં વોન્ટેડ
વોન્ટેડ આરોપીને એસઓજીએ વરાછામાંથી ઝડપી પાડ્યો
આરોપી ભરત ગોપાલ તૈલીને વરાછામાંથી ઝડપી પાડ્યો
સુરત લિંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપીને એસઓજીએ વરાછામાંથી ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલા આદેશને લઈ એસઓજીના ડીસીપી રાજદિપસિંહ નકુમની સુચનાને લઈ પીઆઈ ટીબી પંડ્યાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો જીતેન્દ્રસિંહ અને અસલમએ બાતમીના આધારે લિંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં ગેરકાયદે કોડીન સિરપનો જથ્થો આપનાર અને દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપી મુળ રાજસ્થાનનો અને હાલ વરાછા ખાતે રહેતા ભરત ગોપાલ તૈલીને વરાછામાંથી ઝડપી પાડી તેનો કબ્જો લિંબાયત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
