૫૦ થી ૫૫ ઈનડસટીરયલ સોસાયટી ઓ‌ જેમાં ૧૮૦૦ થી ૨૦૦૦ ઉદ્યોગ કારો ના ઉધોગો ચાલી રહ્યા છે

Featured Video Play Icon
Spread the love

૫૦ થી ૫૫ ઈનડસટીરયલ સોસાયટી ઓ‌ જેમાં ૧૮૦૦ થી ૨૦૦૦ ઉદ્યોગ કારો ના ઉધોગો ચાલી રહ્યા છે
વીવર્સ એસોસિએશન દ્વારા GEB/JETCO સમક્ષ રજૂઆત
પાવર સપ્લાયની ગંભીર સમસ્યા અંગે આક્રોશપૂર્ણ રજૂઆત

કામરેજ તાલુકાના પરબ ગામમાં આવેલ 50 થી 55 જેટલી ઉદ્યોગો ધરાવતા પરબ વીવર્સ એસોસિએશન દ્વારા GEB/JETCO સમક્ષ પાવર સપ્લાયની ગંભીર સમસ્યા અંગે આક્રોશપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. વર્તમાનમાં વીજળીના અપૂરતા પુરવઠા અને વારંવાર થતા ટ્રિપિંગને કારણે ઉદ્યોગકારોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ઓવરલોડથી મશીનરીને નુકસાન થતા પરબ વીવર્સ એસોસિએશનમાં ઓમ ઇન્ડસ્ટ્રીના 21 વિભાગો, શિવ ઈકો ઇન્ડસ્ટ્રીઝના 16 વિભાગો, તેમજ જીએમ ઇન્ડસ્ટ્રી, ઉત્તમ ઇન્ડસ્ટ્રી સહિત અનેક એકમો કાર્યરત છે. એસોસિએશન દ્વારા જણાવ્યા મુજબ, ઉદ્યોગોની વધતી જતી વીજળીની માંગ સામે JETCO દ્વારા સબ-સ્ટેશનમાં માત્ર 100 kVA નું ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે. આ ટ્રાન્સફોર્મર પર સતત ઓવરલોડ રહેવાને કારણે, પરબ ગામના સબ-સ્ટેશનમાં અઠવાડિયામાં બે થી ત્રણ વાર વીજળીના મોટા ટ્રિપિંગ થાય છે. એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આ વારંવાર થતા ટ્રિપિંગના કારણે અમારા મશીનરીને ખૂબ જ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે, જે ઉત્પાદનને અસર કરે છે અને ખર્ચમાં વધારો કરે છે. અમારી રજૂઆતનો મુખ્ય ઉદ્દેશ આ નુકસાનને અટકાવવાનો છે. અધિકારીઓ સાથે જનરલ મીટિંગ યોજાઈ ​ઉદ્યોગકારોની આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈને પરબ વીવર્સ એસોસિએશન દ્વારા તાજેતરમાં એક જનરલ મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં JETCO ના અધિકારી જે.એમ. પટેલ તેમજ કડોદરા ડિવિઝનના ભૂત સાહેબને ખાસ આમંત્રણ આપીને તેમને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા હતા. ઉદ્યોગકારોએ અધિકારીઓ સમક્ષ તેમની મુશ્કેલીઓ રજૂ કરી હતી અને તાત્કાલિક ઉકેલ લાવવા માટે માગણી કરી હતી. 100 kVA ને બદલે 250 kVA ટ્રાન્સફોર્મરની માગ ​પરબ વીવર્સ એસોસિએશનની મુખ્ય અને તાત્કાલિક માગણી છે કે JETCO દ્વારા હાલનું 100 kVA નું ટ્રાન્સફોર્મર બદલીને તેના સ્થાને 250 kVA નું વધુ ક્ષમતાવાળું ટ્રાન્સફોર્મર મૂકવામાં આવે. આનાથી ઓવરલોડની સમસ્યા હળવી થશે અને વીજળીના ટ્રિપિંગમાં ઘટાડો થશે. ​આ મામલે એસોસિએશન દ્વારા આ માંગણીને લગતા આવેદનપત્રો અવારનવાર સંબંધિત તમામ વિભાગોને મોકલવામાં આવેલા છે. ઉદ્યોગકારોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો તેમને આગળની રણનીતિ ઘડવા માટે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *