સુરતમાં 4.94 કરોડની છેતરપિંડી
ઇટાળીયા હોસ્પિટલના નાણાંની કરોડોની ઉચાપત કરનાર ઝડપાયો,
આરોપી હોસ્પિટલમાં મુખ્ય જવાબદાર વ્યક્તિ હતો
ઈકો સેલની ટીમે આરોપી ભાઈને ઝડપી પાડ્યો
ઈટાળીયા હોસ્પિટલના બેંક એકાઉન્ટમાંથી ભાઈએ જ કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ બાદ ઈકો સેલની ટીમે આરોપી ભાઈને ઝડપી પાડ્યો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલ પાસેથી મળતી માહિતી મુજબ અનિલ રાજાભાઈ ઈટાળીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓની ઈટાળીયા હોસ્પિટલમાં મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકે તેમના ભાઈ યોગેશ રાજાભાઈ ઈટાલીયાને કામગીરી સોંપી હોય જેનો ગેરવહિવટ કરી આરોપી યોગેશ રાજાભાઈ ઈટાલીયાએ ઈટાળીયા હોસ્પિટલના બેંક એકાન્ટમાંથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. આરોપી યોગેશ રાજા ઈટાળીયાએ 4 કરોડ 94 લાખ 52 હજારથી વધુની ઉચાપત કરી હોય જે અંગે ઈકો સેલની ટીમે ગુનો નોંધી આરોપી યોગેશ રાજાભાઈ ઈટાલીયાને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
