સુરતમાં 32 કરોડના હીરાની ચોરી કેસ
ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો
રાજસ્થાનના જાલોરના ભાગીરથ ધનારામજી બિશ્નોઈની ધરપકડ
કાપોદ્રા વિસ્તારમાં આવેલ ડી.કે. એન્ડ સન્સ નામના હિરાના કારખાનામાં 32 કરોડના હિરા તથા રોકડની ચોરીના રચાયેલા ષડયંત્રમાં ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે.
કાપોદ્રા પોલીસ મથકની હદમાં ડી.કે.એન્ડ સન્સ નામના હિરાના કારખાનામાં 32 કરોડના હિરા અને રોકડની ચોરી થઈ હોવાની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી ફરિયાદી એ જ આખુ ષડયંત્ર રચ્યુ હોવાનુ સામે આવ્યા બાદ કારખાના માલિક સાથે તેના પુત્ર અને ડ્રાઈવરની પોલીસે ધરપકડ કર્યા બાદ તિજોરી ગેસ કટરથી કાપનાર રાજસ્થાનના જાલોરના ભાગીરથ ધનારામજી બિશ્નોઈને પણ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે તો આરોપીને કામ માટે બે લાખ મળવાના હોવાનુ જણાવ્યુ હતું.
