26 જુલાઈ કારગીલ વિજય દિવસ
સોનગઢ ખાતે શહીદોને ફૂલહાર, પુષ્પ અર્પણ કરી શહીદોને શ્રદ્ધાંજલિ
26 જુલાઈ કારગીલ વિજય દિવસ નિમિત્તે આમ કહેનારા સૈનિક હું તિરંગો ફરકાવીને પાછો આવીશ અથવા તો હું તેમાં વીંટળાઈને પાછો આવીશ, પણ હું પાછો જરૂર આવીશ…આવા દેશપ્રેમી વીરો માટે આજ રોજ શહીદ સ્મારક ચોક કિલ્લે સોનગઢ ખાતે શહીદોને ફૂલહાર, પુષ્પ અર્પણ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી
ભારત અને પાકિસ્તાનના વચ્ચે વર્ષ 1999 માં કારગિલ યુદ્ધ થયું હતું જે 60 દિવસ સુધી ચાલ્યું હતું અને તારીખ 26 જુલાઈના દિવસે તેનો અંત આવ્યો હતો. આ યુદ્ધમાં ભારત દેશ નો વિજય થયો હતો. આ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોના સન્માન માટે કારગિલ વિજયતાદિન રીતે મનાવવામાં આવે છે.તારીખ 26 જુલાઈ, 1999નો દિવસ કોઈ પણ હિસાબે ભારતીય ભૂલી નહીં શકે. તેમાટે આ દિવસ દેશમાં કારગિલ વિજયદિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ યુદ્ધમાં હજારો ગોળા અને રોકેટો બારૂત છોડવામાં આવ્યા હતુ સાથેજ તોપ, અને રોકેટ લૉન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અતિવધુ બોમ્બ ફાયર કરવામાં આવતા હતાં.અને કારગિલ યુદ્ધમાં ભારતીય સૈનિકોનું શૌર્ય અને પરાક્રમ થી વિજય બનાવ્યો હતો .ત્યારે કારગિલ વિજયદિન સ્વતંત્ર ભારતના તમામ દેશવાસીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે.
ભારતમાં દરવર્ષે તારીખ 26 જુલાઈના દિવસે કારગિલ વિજય દિવસની સૈનિક ના આપણા બહાદુર સૈનિકોની વીરતા, શૌર્ય અને બલિદાનની યાદ અપાવે છે.તે માટે આજના દિવસે મસાલ હાથમાં લઈ શ્રધાંજલિ આપી વીર સૈનિકોને નમન કરવામાં આવ્યું હતું જેમાં સોનગઢ નગરના ધારાસભ્ય જયરામ ગામીત સાથે નગરજનોએ ભારત દેશના સાચાં હીરો શહીદ વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા હાજર રહ્યાં હતાં….
