કામરેજના નવાગામ પાસે 21.71 લાખનો દારૂ ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

કામરેજના નવાગામ પાસે 21.71 લાખનો દારૂ ઝડપાયો
એલસીબીએ 31.77 લાખના મુદામાલ સાથે ચાલકને ઝડપી લીધો
પોલીસે ટેમ્પો ચાલક દિનેશ હેમારામ બિશ્નોઈની અટક કરી

કામરેજના નવાગામ પાસે હાઈવે પર ટેમ્પોમાંથી 21.71 લાખનો દારૂ ઝડપાયો છે, એલસીબીએ 31.77 લાખના મુદામાલ સાથે ચાલકને ઝડપી લીધો

સુરત જિલ્લામાંથી પસાર થતા ને.હા. 48 ઉપરથી થતી વિદેશી દારૂની હેરાફેરીને રોકવા માટે સુરત ગ્રામ્ય એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ ગત રાત્રીનાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એએસઆઇ રોહીત બાબુભાઈ તથા હે.કો. જગદીશ આબાજી તથા પો.કો. દીપક અનિલભાઈને સંયુક્ત પણે ટાટા ટેમ્પો નં. ડીડી-01-એમ-9391 માં પુઠાની આડમાં વિદેશી દારૂનો જથ્થો નવસારીથી અંકલેશ્વર તરફ જનાર હોવાની મળેલ બાતમીથી ને. હા.48 ઉપર નવાગામની હદમાં નાકાબંધી કરી ઊભા હતા ત્યારે બાતમી મુજબનો ટેમ્પો આવતા ટેમ્પો અટકાવી તપાસ કરતા પુઠાના બોક્ષની આડમાં છુપાવેલો વિદેશી દારૂની નાની-મોટી ૫૦૭૬ બોટલ કીમત 21,71,200 નો જથ્થો મળી આવ્યો હતો. એલસીબી પોલીસે ટેમ્પો ચાલક દિનેશ હેમારામ બિશ્નોઈની અટક કરી હતી. પુછપરછમાં જણાવ્યું હતું કે તેના વતનનાં શ્રવણ જોગારામ બિશ્નોઈએ ફોન કરી સેલવાસ બોલાવ્યો હતો અને દારૂ ભરેલા ટેમ્પો લઇ ગુજરાતમાં જવાનું છે કહી એક ફેરાનાં 9000 આપવાનું જણાવ્યું હતું. તા. 19 નાં સેલવાસથી કોસંબા બ્રીજ પાસે બે ઇસમોને દારૂ ભરેલો ટેમ્પો આપ્યો હતો. ત્યારબાદ ફરીથી ૨૧નાં રોજ સેલવાસથી દારૂનો જથ્થો ભરી કોસંબા તરફ જતો હતો. એલસીબીએ દારૂનો જથ્થો, ટાટા ટેમ્પો, એક મોબાઈલ તથા રોકડા 1510 રૂપિયા મળી કુલ 31,77,210 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી સેલવાસથી દારૂ ભરેલો ટેમ્પો આપી જનાર શ્રવણ જોગારામ બિશ્નોઇ અને વિદેશી દરૂ મંગાવનાર અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *