સુરતના કતારગામ વિસ્તારમાં 19 વર્ષીય શિક્ષિકાએ આપઘાત કરવાનો મામલો
સુરત એસઓજી દ્વારા ટ્યુશન ક્લાસ આસપાસ ચાલતા પાનના ગલ્લા પર તપાસ હાથ ધરાઈ
એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમ અને તેમના સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
સુરતના કતારગામ વિસ્તારમાં 19 વર્ષીય શિક્ષિકાએ આપઘાત કરવાનો મામલાને લઇ સુરત એસઓજી દ્વારા ટ્યુશન ક્લાસના આસપાસ ચાલતા પાનના ગલ્લા પર તપાસ હાથ ધરી હતી
સુરતમાં 19 વર્ષીય પાટીદાર યુવતીએ ઘરના પંખા સાથે કંઈક વસ્તુ બાંધી રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતી પ્રાઈવેટ ટ્યુશન કલાસમાં અભ્યાસ કરાવવા માટે જતી હતી. યુવતીના આપઘાતને લઇ સુરત એસઓજી દ્વારા ટ્યુશન ક્લાસના આસપાસ ચાલતા પાનના ગલ્લા પર ચેકીંગ હાથ ધર્યું હતું.એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમ અને તેમના સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પાનની દુકાનની અંદર ચાલતા સ્મોકિંગ ઝોનમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વધુ કોઈ માહિતી સામે આવશે તો પણ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવશે. તપાસ દરમિયાન કોઈ વ્યાજ વટાવના ધંધા સાથે જોડાયેલા ઈસમો મળી આવશે તો તેની પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે.
