સુરતમાં 19 વર્ષીય યુવતીનો આપઘાત
પ્રાઈવેટ ટ્યુશન શિક્ષિકાએ ઘરે ગળે ફાંસો ખાધો
19 વર્ષીય નેના વાવડીયાનો ગળે ફાંસો ખાઈ આપઘાત
વિકૃત યુવક હેરાન કરી બ્લેકમેલ કરતો હોવાનો આક્ષેપ
આપઘાત મામલે વિજય માંગુકીયાની સીએમને રજૂઆત
નેના વાવડીયાના આપઘાતના પગલે પાટીદાર સમાજના એક અગ્રણીએ સોશિયલ મીડિયામાં આ આપઘાતની લઈને સવાલ ઊભા કર્યા છે અને યુવતીને હેરાન કરવામાં આવતી હોવાના આક્ષેપ કરાયાં છે. જોકે, આ બાબત પોલીસના ધ્યાનમાં આવી છે અને તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે.
પાટીદાર સમાજના સામાજીક અગ્રણી વિજય માંગુકીયા દ્વારા આ આપઘાત સંદર્ભે મુખ્યમંત્રીને રજૂઆત કરતો લેટર લખવામાં આવ્યો હતો. જે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં મૃતક નેના વાવડીયાને અસામાજીક અને વિકૃત યુવક દ્વારા વારંવાર પજવણી તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, સાથે જ યુવક દ્વારા મૃતકને બ્લેકમેલ પણ કરવામાં આવતી હતી. અંતે માનસિક તણાવમાં આવી તેણીએ જીવનનો અંત આણ્યો છે. પોલીસ અને સરકાર દ્વારા આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે સહિતની બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
