બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે ૧૪ મી સરદાર સંગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો.
રાષ્ટ્રનિર્મતા સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી નિમિતે યોજાયો કાર્યક્રમ.
બારડોલીને પોતાની કર્મભૂમિ બનાવનાર અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોના ગુણ ગાન ગાવા અને એ વિચારોને ઉજાગર કરવાના હેતુ સાથે કાર્યક્રમ યોજાયો.
બારડોલી સત્યાગ્રેહે સરદારની નેતાગીરી અને ખુમારી તેમજ અહિંસાથી પણ સફળતા મેળવી શકાય તે સાબિત કરી આપ્યું હતું. સંગોષ્ઠિ કાર્યક્રમમાં હાજર રહેલા લેખક અને વક્તાઓએ સરદાર વલ્લભ ભાઈ પટેલના જૂના પ્રસંગો વાગોળ્યા. કથાકાર મોરારિબાપુની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દિલ્હીના લોકસભાના સ્પીકર વિજેન્દ્ર ગુપ્તા,લેખક ડૉ વિશાલ ભાદાણી,લેખક વસંત ગઢવી,જાણીતા વક્તા જય વસાવડા,બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર ઉપસ્થિત રહ્યા. હાજર રહેલા મોરારિબાપુએ ધર્માંતરણ મુદ્દે પ્રતિક્રિયા આપી ભય અને પ્રહલોબન આપી કોઈ કોઈનું ધર્માંતરણ નહીં કરવું જોઈએ: મોરારીબાપુ..
