સુરત પાલીકામાં 14 લાખ 65 હજાર ફરિયાદો
મચ્છરોના ત્રાસથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
ડ્રેનેજ સમિતિના ચેરમેનએ મીડિયા સાથે વાત કરી
ડ્રેનેજની સમસ્યાના 2 લાખ 43 હજાર ફરિયાદો
સ્વચ્છતામાં નંબર વન મેળવનાર સુરત માં સુવિધાઓ મેળવવા માટે અનેક ફરિયાદો કરાઈ છે જેમાં ચોમાસા પહેલા જ મચ્છરોના ત્રાસથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો લોકો દ્વારા કરાતી ફરિયાદો તપાસ વગર દફતરે કરાતી હોવાના વિપક્ષના આક્ષેપ વચ્ચે ડ્રેનેજ સમિતિના ચેરમેનએ મીડિયા સાથે વાત કરી હતી.
સુરત શહેરને સ્વચ્છતામાં દેશભરમાં નંબર વન મળ્યુ છે જો કે હજુ પણ અનેક જગ્યાએ વિવિધ પ્રાથમિક સુવિધાને લઈ લોકોને ફરિયાદો કરવી પડી રહી છે. ત્યારે સુરતમાં સ્વચ્છતા માટે રોજેરોજ શહેરીજનો ફરિયાદો કરી રહ્યા છે. ચોમાસા પહેલા જ મચ્છરોના ત્રાસથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય ડ્રેનેજ, પાણી, રોડ અને ગેરકાયદેસર બાંધકામોમાં મચ્છરોના ઉપદ્રવને લઈ સુરત મહાનગર પાલીકામાં સુરતીઓએ 14 લાખ 65 હજાર જેટલી ફરિયાદો કરી હોવાનુ સામે આવ્યુ છે. તો ડ્રેનેજની સમસ્યાથી ત્રસ્ત સુરતીઓએ ચાર વર્ષમાં 2 લાખ 43 હજાર ફરિયાદ કરી હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે લોકો દ્વારા કરાતી ફરિયાદો માટે કેટલીક ફરિયાદો તપાસ વગર જ દફ્તરે કરી દેવાતી હોવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરાતા સુરત મનપાના ડ્રેનેજ સમિતિના ચેરમેન કેયુર ચપટવાલાએ વધુ માહિતી આપી હતી.
