માંડવી ગ્રામ્ય પોલીસ દ્વારા વોન્ટેડ પોક્સો આરોપીની ધરપકડ
તડકેશ્વર નજીક થી પોક્સો કેસના ફરાર ઇમરાન શેખને માંડવી પોલીસએ ઝડપી પાડ્યો
ખાનગી બાતમીના આધારે માંડવી પોલીસે 47 વર્ષીય આરોપીને પકડી પડ્યો
પોક્સો અને છેડતીના ગુનામાં ફરાર આરોપી ઇમરાન શેખ ઝડપી પાડ્યો
માંડવી ગ્રામ્યના પોલીસ તંત્ર દ્વારા છેડતી પોક્સો ના ગુનામા વોન્ટેડ આરોપી ઇમરાન શેખને ઝડપી પાડતી માંડવી ગ્રામ્ય પોલીસ.
સુરત જિલ્લા ગ્રામ્ય માંડવી પોલીસ સ્ટેશનમાં છેડતીપોકસો ના ગુનામાં વોન્ટેડ આરોપી નામે ઇમરાન મહેબૂબ શેખ ઉંમર વર્ષ 47 રહેવાસી જોળું ફર્યુ તાલુકા માંગરોળ ને માંડવી પોલીસ તંત્ર દ્વારા ખાનગી રાહે મળેલ સંયુક્ત બાતમી ના આધારે માંડવી પોલીસ તંત્રના પીઆઇ સી બી ચૌહાણ તથા મહેશભાઈ, જયભાઈ ,સાગરભાઇ ,દીપકભાઈ તથા વિપુલભાઈ દ્વારા તડકેશ્વર પેટ્રોલ પંપ પાસે આરોપી ઇમરાન ઉભો હતો. જે દરમિયાન તેને પકડી પાડવામાં આવ્યો હતો અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
