વલસાડના ધરમપુર ખાતે સરકારની ચિંતન શિબિરનો આજે ત્રીજો દિવસ
ચિંતન શિબિરને લઈ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીનું નિવેદન
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ભાષણ સાથે ત્રણ દિવસીય ચિંતન શિબિર પૂર્ણ થશે
વલસાડના ધરમપુર ખાતે રાજ્ય સરકારની ત્રણ દિવસીય ચિંતન શિબિરનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે. ત્યારે ચિંતન શિબિરના ત્રીજા દિવસે 5 જૂથ ને ફાળવામાં આવેલા વિષયોનું પ્રેઝન્ટેશન કરવામાં આવશે. આ ચિંતન શિબિરના સમાપન સમારોહમા વર્ષ 2024-25ના કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કરાશે. તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સમાપન સમારોહના ભાષણ સાથે ત્રણ દિવસીય ચિંતન શિબિર પૂર્ણ થશે
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ગુજરાત રાજ્ય સરકારની ત્રણ દિવસીય 12 મી ચિંતન શિબિરનો આજે ત્રીજો તથા અંતિમ દિવસ છે. આ શિબિરમાં મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓએ વિકસિત ગુજરાતના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને ભવિષ્યની નીતિઓ-યોજનાઓ પર ઊંડી ચર્ચા-વિચારણા કરી છે. આજના અંતિમ દિવસે પાંચ જૂથોમાં વહેંચાયેલા મંત્રીઓ-અધિકારીઓ પોતપોતાના જૂથને ફાળવેલ વિષયો પર ત્રણ દિવસની ચર્ચાના નિષ્કર્ષ સાથે પ્રેઝન્ટેશન આપશે.
સમાપન સમારોહમાં વર્ષ 2024-25 દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કલેક્ટરો તથા જિલ્લા વિકાસ અધિકારીઓને “કર્મયોગી પુરસ્કાર” એનાયત કરવામાં આવશે.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સમાપન પ્રવચન સાથે ત્રણ દિવસીય ચિંતન શિબિરનું સમાપન થશે. આ શિબિર દરમિયાન થયેલી ચર્ચાઓના આધારે રાજ્ય સરકારની આગામી નીતિઓ તથા કાર્યયોજનાઓને વધુ મજબૂત અને પરિણામલક્ષી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવી શક્યતા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
