સુરત : નવી સિવિલ હોસ્પિટલ ખાતે તિરંગા યાત્રાનુ આયોજન કરાયુ
નર્સિંગ સ્ટાફના કર્મચારીઓ તિરંગાના ડ્રેસમાં રેલીમાં જોડાયા
સ્વાતંત્ર પર્વની ઉજવણીને લઈ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે 14મી ઓગષ્ટ ગુરૂવારના રોજ તિરંગા યાત્રાનુ આયોજન કરાયુ હતું.
સુરતમાં સ્વાતંત્ર પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તિરંગા યાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા યોજાયેલી તિરંગા યાત્રામાં નર્સિંગ સ્ટાફ સાથે નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને અન્ય કર્મચારીઓ પણ જોડાયા હતાં. તો નર્સિંગ સ્ટાફના કર્મચારીઓ તિરંગાના ડ્રેસમાં રેલીમાં જોડાયા હતાં.
