સુરત શહેર કોંગ્રેસમાં ભંગાણ સર્જાયુ

Featured Video Play Icon
Spread the love

સુરત શહેર કોંગ્રેસમાં ભંગાણ સર્જાયુ
વિપુલ ઉધનાવાલાના મનસ્વી વલણથી કંટાળી રાજીનામું
હોદ્દેદારો દ્વારા પક્ષમાંથી રાજીનામુ આપી દેવાયુ

સુરત શહેર કોંગ્રેસમાં ભંગાણ સર્જાયુ હોય તેમ અનેક હોદ્દેદારો દ્વારા પક્ષમાંથી રાજીનામુ આપી દેવાયુ હોવાનુ સામે આવ્યુ છે.

સુરત કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયુ હોય તેમ સુરત શહેર કોંગ્રેસના 26 થી 27 જેટલા હોદ્દેદારો અને કાર્યકરોએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના જુના નેતા કલ્પેશ બારોટે પણ રાજીનામું આપી આક્ષેપ કર્યો હતો કે શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાના મનસ્વી વલણથી કંટાળી રાજીનામું આપ્યું છે. વિપુલ ઉધનાવાલા પર તાનાશાહી અને ભાજપ સાથે સાઠગાંઠ હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતાં. તો કાર્યકરોનો આરોપ છે કે વિપુલ ઉધનાવાલા કાર્યકરોને માનસિક ત્રાસ આપે છે અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર તમામ કાર્યકરો વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાશે. તો કલ્પેશ બારોટે કહ્યુ હતુ કે સુરત મહાનગર પાલિકામાંથી ભાજપનું શાસન દૂર કરવા માટે આપ સાથે જોડાવવાનો નિર્ણય કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *