સુરતના રાંદેર કબુતરખાના વિસ્તારમાં લાખોની ચોરી

Featured Video Play Icon
Spread the love

સુરતના રાંદેર કબુતરખાના વિસ્તારમાં લાખોની ચોરી
ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢી ચારમાંથી બે ચોરોની ધરપકડ કરી
રાંદેર પોલીસે ચોરોની વધુ પુછપરછ હાથ ધરી

સુરતના રાંદેર કબુતરખાના વિસ્તારમાં થયેલી લાખોની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢી ચારમાંથી બે ચોરોની ધરપકડ કરી છે. તો આરોપીઓ ચોરી કરવા મહિલાઓના કપડા પહેરી ગયા હતાં.

સુરતમાં ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે રાંદેર પોલીસને મોટી સફળતા મળી છે. રાંદેરના કબુતર ખાનામાં થયેલ લાખો રૂપિયાના ઘરેણાંની ચોરી થઈ હતી. જે ચોરો સીસીટીવીમાં કેદ થયા હોય અને મહિલાઓના કપડા પહેર્યા હોય પોલીસે તપાસ તેજ કરી હતી. અને ગણતરીના દિવસોમાં જ રાંદેર પોલીસે મહિલાઓના કપડા પહેરી ચોરી કરનાર ચારમાંથી બે ચોરને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. હાલ તો રાંદેર પોલીસે ચોરોની વધુ પુછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *