સુરત ડિંડોલીમાં પેઈનગેસ્ટ તરીકે રહેતી યુવતિના દાગીનાની લાખોની ચોરી
ચોરી કરનાર મકાન માલિક દંપતિની ડિંડોલી પોલીસે ધરપકડ કરી
માલિક પંકજ સુભાષ પાટીલ અને પત્નીની ધરપકડ
સુરત ડિંડોલીમાં પેઈનગેસ્ટ તરીકે રહેતી યુવતિના ઘરમાંથી દાગીના અને રોકડ સહિત લાખોની ચોરી કરનાર મકાન માલિક દંપતિની ડિંડોલી પોલીસે ધરપકડ કરી છે.
ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી ખાતે આવેલ દીપ દર્શન સ્કુલની બાજુમાં નવરત્ન બંગલા નંબર 20 માં ફરિયાદી મહિલાને મકાન માલિક પંકજ સુભાષ પાટીલ અને તેની પત્નિ સૃષ્ટિ પાટીલએ પેઈનગેસ્ટ તરીકે રાખી હતી. તો ગત 13 એપ્રિલ 2025ના રોજ ફરિયાદી પેઈનગેસ્ટ મહિલા નોકરીએ ગઈ હતી તે સમયે આરોપી પંકજ અને તેની પત્નિ સૃષ્ટિ એ પંકજના સાળા આદિત્ય રાય સાથે મળી યુવતિના સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી 13 લાખ 89 હજારથી વધુની ચોરી કરી લીધી હતી. બનાવને લઈ ડિંડોલી પોલીસે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને પી.આઈ. આર.જે. ચુડાસમા તથા સેકન્ડ પી.આઈ. કે.એ. ચૌહાણ અને પીએસઆઈ એચ.એસ. મિસ્ત્રી તથા સર્વેલન્સની ટીમે ચોરી કરનાર દંપતિ પંકજ સુભાષ પાટીલ અને સૃષ્ટિ પંકજ પાટીલની મહારાષ્ટ્રના સતારા ખાતેથી ધરપકડ કરી તેઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કરી બન્ને વિરૂદ્ધ કાયદેસનરી કાર્યવાહી હાથ ધરી હતી.
