ગણેશ સ્થાપનાથી વિસર્જન સુધીની પૂજાની સામગ્રી ઍકત્રિત કરી
આશરે ૩૫૦ શ્રી ગણેશ મંડળોમાં વપરાયેલ સવા ચાર ટન સામગ્રી ઍકત્રિત
જળ પ્રદૂષણ નિયંત્રણ ઘટાડી પર્યાવરણ રક્ષણનો હેતુ
ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા શ્રી ગણેશ ઉત્સવ 2025 દરમિયાન સોનગઢ નગરપાલિકા, વ્યારા નગરપાલિકા અને વાલોડ નગર સાથે સંયુક્ત ઉપક્રમે “પર્યાવરણ રક્ષણ” અભિયાન અંતર્ગત જળ પ્રદૂષણ અટકાવવાના હેતુસર શ્રી ગણેશ સ્થાપના થી વિસર્જન સુધીમાં વપરાયેલ નિર્માલ્ય સામગ્રી ફૂલહાર, પૂજાપો વગેરે એકત્રિત કરી રિસાયકલ પ્રોસેસ કરવા માટે તાપી જિલ્લાના સોનગઢ, વ્યારા અને વાલોડ ત્રણે વિસ્તારોના આશરે 350 શ્રી ગણેશ મંડળો પરથી વપરાયેલ સવા ચાર ટન નિર્માલ્ય સામગ્રી એકત્રિત કરવામાં આવી હતી
અને એને રિસાયકલ કરી અત્તર, રંગો, અગરબત્તી કે પ્રાકૃતિક ખાતર બનાવવા માટે સદુપયોગ કરવામાં આવનાર છે. જળ પ્રદૂષણ નિયંત્રણ માટે સામાન્ય કામગીરી કરી પર્યાવરણ રક્ષણ કરી શકાય છે અને ખુબજ સારો હેતુ સિદ્ધ કરી સમાજમાં સારું અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકાય છે, જેના દાખલારૂપ ગંગા સમગ્ર તાપી પ્રાંતની ટીમ છે એવાં ઉદગારો સોનગઢ પો.સ્ટે. ના પી.આઈ. શ્રી એન.એસ. ચૌહાણ સાહેબના મુખેથી સરી પડ્યા હતાં. કારોબારી અધ્યક્ષ શ્રી હેતલભાઈ મહેતા દ્વારા ગંગા સમગ્ર તાપી પ્રાંતની સંતોષ કારક કાર્યપ્રણાલી થી પ્રેરાઈને ભવિષ્યમાં પણ વિવિધ કામગીરી કરવા માટે સંપૂર્ણ સાથ સહકારની ખાત્રી આપી હતી. ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા પર્યાવરણ રક્ષણ માટે શ્રી ગણેશ મંડળો, પોલીસ પ્રસાશાસન, પ્રકૃતિને અનુકુળ પ્રતિમા સ્થાપન કરવા માટે પ્રોત્સાહિત કરી, જળ પ્રદૂષણ અટકાવવાના પ્રયાસો કરવા અખબાર મિત્રો સાથે સંકલન સાધી અપીલ કરવામાં આવી હતી. 20 જેટલાં નાની મોટી ફરજ નિષ્ઠા નિભાવનારા જુદાં જુદાં કર્મઠ કર્મયોગીઓને સન્માન કરી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતાં. સમાજમાં પરિવર્તન કરવાની અને લોકોને પર્યાવરણ રક્ષણ માટે જાગૃતિ કાર્યક્રમ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. પર્યાવરણ રક્ષણ માટેનાં ખુબજ નાના પ્રયત્ન માટે ગંગા સમગ્ર તાપી પ્રાંતની સંપૂર્ણ ટીમને આ નમ્ર પ્રયાસ માટે પ્રોત્સાહન પૂરું પાડી સાથસહકાર આપવા માટે નગર પાલિકાની સમગ્ર ટીમ, પી.આઇ.સાહેબ પત્રકાર મિત્રો, વાયરમેન શ્રી, ફોટો ગ્રાફર મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ.અને ગંગા સમગ્ર તાપી પ્રાંતને અભિનંદન પાઠવ્યા હતો.
