કોડીનારના વેળવા ગામ અને ફાફણી ગામને જોડતા રસ્તાનું કામ ઠપ
4 વર્ષથી અટવાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે
અર્ધા કી.મીનું કામ બાકી છે. જે હજુ પૂરું થયું નથી.
કોડીનાર તાલુકાના વેળવા ગામથી વીઠલપુર સુધીના રોડનું કામ 4 વર્ષથી પૂરું થયું છે. પણ અર્ધા કી.મીનું કામ બાકી છે. જે હજુ પૂરું થયું નથી.
કોડીનાર તાલુકાના ડોળાસા નજીકના વેળવાથી વીઠલપુર સુધીના આઠ કી.મીના પેવર રોડનું કામ પાંચ વર્ષ પહેલાં ચાલતું હતું, વેળવા નાનીફાફણી ગામો વચ્ચે કામ ચાલુ હતું ત્યારે વેળવા ગામના એક ખેડૂતે આ પેવર રોડનુ કામ એમ કહીને અટકાવ્યું હતું કે આ રોડ મારી માલિકીની જમીનમાં બની રહ્યો છે. જેનું હજુ સુધી સંપાદન થયું નથી, ત્યાર બાદ આટલું કામ છોડી આઠ કી.મી પૈકી સાડા સાત કી.મીનું કામ પૂરું કરી દેવાયુ. હાલ આ અર્ધા કી.મીના રોડની એવી અવદશા થઈ છે. અહીથી વાહન ચાલકો ચાલવાને બદલે નાનીફાફણી, અડવી રોડ ઉપર વાહનો ચલાવે છે. 4 વર્ષથી અટવાતા રોડના કામના કારણે સ્થાનિકોને હાલાકી પડી રહી છે
વેળવા ગામે જવા ઈચ્છતા વાહન ચાલકોને ફરજીયાત આ ખરાબ રસ્તા ઉપર જ વાહન ચલાવવું પડે છે. વાત મુદ્દાની એ છે કે પાંચ વર્ષ પછી પણ અધિકારીઓ કે સતાધિશો આ રોડની સમસ્યાનું નિરાકરણ લાવી શક્યા નથી….આટલા લાંબા સમય દરમ્યાન આ જમીનનુ સંપાદન પણ થઈ ગયું હોત. કાશ કોઈએ પ્રમાણિક પ્રયાસ કર્યો હોત….આખરે આ રોડ સમસ્યાનો ઉકેલ કોણ લાવશે..? ક્યારે લાવશે .? તેવા સવાલો ઊભા થયા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
