ઉધના ઓસ્કાર કંપનીના નામે ઠગાઈ આચનાર ઠગ ઝડપાયો
10 વર્ષથી ફરાર ઠગ ઉધનામાંથી ઝડપાયો
સુરત સહિત ગુજરાતના અલગ અલગ જીલ્લાઓમાં ધ ઓસ્કાર મેનેજમેન્ટ સર્વિસ લીમીટેડ નામે કંપની શરૂ કરી લોકોને સ્કીમોમાં રોકાણ કરાવી ઠગાઈ આચરવાના અલગ અલગ પાંચ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 2 અને ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર સી ડીવીઝનની સુચનાને લઈ પીઆઈ એસએન દેસાઈ અને જેએસ ઝાંબરેની ટીમ પીએસઆઈ એમકે ઈશરાણીના માર્ગદર્શન હેઠલ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો સન્મુખ અને અપોકો ગોપાલને મળેલી બાતમીના આધારે દસ વર્ષથી નાસતા ફરતા આરોપી કે જેણે ધ ઓસ્કાર મેનેજમેન્ટ સર્વિસ લીમીટેડ નામની કંપની ચાલુ કરી ગુજરાતના અલગ અલગ જીલ્લાઓમાં લોકોને વિવિધ સ્કીમોમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેમ કહી આચરેલી ઠગાઈની નોંધાયેલી પાચ જેટલી ફરિયાદમાં વોન્ટેડ ઓરિસ્સાના ગંજામના રવિન્દ્રપ્રસાદ પાનુચરણ સ્વાઈને ઝડપી પાડ્યો હતો અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
