સુરત : અડાજણમાં તસ્કરોએ જૈન મંદિરને નિશાન બનાવ્યું
સમગ્ર ઘટના અને ચોરો સીસીટીવીમાં માં કેદ
મંદીરમાં ચોરી થતા ભક્તોમાં રોષ જોવા મળ્યો
સુરતમાં વધી રહેલી ચોરી સહિતની ઘટનાઓ વચ્ચે જૈન મંદિરમાં ચોરીની ઘટના બની હતી તો ચોરો સીસીટીવીમાં પણ કેદ થયા છે.
સુરતમાં ઘણા સમયથી ચોરી સહિતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં જૈન મંદિરમાં ચોરીની ઘટના બની હતી. અડાજણ ખાતે આવેલા જૈન મંદિરમાં બે ઈસમો પ્રવેશ્યા હતા અને મંદિરમાં મુર્તિ પર લગાવેલ આભૂષણની ચોરી ભાગી છુટ્યા હતા. તો ચોરો સીસીટીવીમાં કેદ થયા હોય જેને લઈ પોલીસને જાણ કરાતા અડાજણ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તો મંદીરમાં ચોરી થતા ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો.
